કમિશનરનો ચાર્જ સંભાળતા જ સહેરા એક્શન મોડમાં, વિકાસના કામોને આપી પ્રાથમિકતા

કોરોનાના વધતા કેસ અટકાવવા પર ફોકસ રહેશે – AMC કમિશનર

અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમિશનર લોચન સહેરાએ આજથી ચાર્જ સંભાળ્યો. AMC કમિશનર લોચન સહેરાએ પોતાનો પદભાર સંભાળતા જ પોતાના કાર્યોની અગ્રીમતા વ્યક્ત કરી હતી. કોરોનાના વધતા કેસ અટકાવવા પર મહાપાલિકાનું ફોકસ રહેશે તેમ જણાવી કોવિડ મેનેજમેન્ટ પ્રાયોરિટી અને શહેરી વિકાસના કામોને પ્રાથમિકતા આપવાનો વાયદો કર્યો છે.

અમદાવાદમાં રખડતા ઢોર, સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે પણ ગંભીરતા પૂર્વક કાર્યવાહી કરવાની વાતને અગ્રીમતા આપી છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી કરવાની વાતને પ્રાથમિકતા પર રાખ્યા છે.

ગુજરાતમાં  ઓમિક્રોનને વધુ મોટી છલાંગ લગાવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવતા કુલ આંકડો 73 કેસ પર પહોંચી ગયો છે. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ, ગાંધીનગરમાં 4 કેસ,  રાજકોટમાં 3 તો  વડોદરા, અમરેલી, આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે. સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે. પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6  દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી