સાંતલપુરમાં છરીની અણીએ ત્રણ નરાધમોએ સગીરાને પીંખી નાખી

સગીરા ફરી તાબે ન થતાં હવસખોરોએ અશ્લીલ વીડિયો કર્યો વાયરલ

રાજ્યમાં વધુ એક શર્મજનક ઘટના પર મહિલા સુરક્ષાના દાવાઓ પર સવાલ ઉઠ્યા છે. પાટણના સાંતલપુરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. બકુત્રા ગામની શાળામાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની દુર્ઘટના સામે આવી છે. છરી બતાવી કિશોરીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સલામત ગુજરાત પર સવાલો ઉઠી રહ્યા છે.

ચાકુની અણીએ 3 શખ્સોએ કિશોરીને પિંખી નાંખી હતી. એટલું જ નહીં તેનો અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ કિશોરીને ફરી તાબે કરવા વીડિયો વાટરલ કરવાની ધમકી આપી હતી. જો કે કિશોરી તાબે ન થતાં નરાધમોએ વીડિયો વાયરલ કરી દેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ મામલે પોલીસે મિતાજખાન સિપાઇ શક્તિસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાંતલપુર તાલુકાના ગામે રહેતી એક સગીરા એક મહિના અગાઉ કપડાની ખરીદી કરવા ગઈ હતી. તે સમયે તે સાંતલપુર જૂની પ્રાથમિક શાળાની પાછળ બાથરૂમ કરવા ગઈ હતી. ત્યારે ત્રણ શખ્સો મિતાઝ ખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ તેનો પીછો કર્યો હતો. જેમાંથી શક્તિસિંહે સગીરાને છરી બતાવી તેના મોઢે ડુચો માર્યો હતો. આ બાદ વારાફરતી ત્રણેય શખ્સોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન ક્રુર નરાધમોએ સગીરા સાથેના દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો. 

આ વીડિયો બતાવીને ત્રણેય શખ્સોએ સગીરાને હેરાન કરવાનું શરૂ કર્યું. વીડિયો વાયરલ કરવાની વારંવાર ધમકી આપવા લાગ્યા. એટલુ જ નહિ, થોડા દિવસ પહેલા સગીરા અને તેની બહેનપણીને પણ વીડિયો બતાવીને એકાંતમાં મળવાની વાત કરી હતી. આ વાતથી સગીરા ડરી ગઈ હતી. નરાધમો સગીરાને આ વીડિયો ગામના ગ્રૂપમાં વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા. જોકે, સગીરા તાબે ન થતા ત્રણેય શખ્સોએ તેનો વીડિયો વયારલ કર્યો હતો. 

વીડિયોના જાણ સગીરાના પરિવારજનોને થઈ હતી. તેથી પરિવારે પૂછપરછ કરતા સગીરાએ તમામ માહિતી જણાવી દીધી હતી. આ અંગે ભોગ બનારના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઆઇ એ.પી.સોલંકી જણાવ્યુ હતુ કે હાલમાં ભોગ બનનારનુ મેડીકલ ચેક અપ હાથ ધરાયુ છે તેમજ આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિ માન કર્યા છે.

 25 ,  1