September 23, 2021
September 23, 2021

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં બદમાશો બેફામ, પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી ચલાવી લૂંટ

અસારવા અભિષેક એસ્ટેટ -2ની બાજુમાં માધવ એપાર્ટમેન્ટમાં તસ્કરોનો આતંક

શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાએ માઝા મુકી છે તો બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડામાં પૂજારીને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. તો બીજી તરફ બે દિવસ પહેલા શહેરના પોશ એવા બોપલ વિસ્તારમાં હથિયારધારી ત્રસ્કરોએ પરિવારને પરિવારને ધમકાવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ઘટના વચ્ચે શાહીબાગ વિસ્તારમાં અસારવામાં સરેઆમ બદમાશોએ પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી લૂંટ ચલાવતા સ્થાનિકોમાં ડરનો માહોલ પ્રસરી ગયો હતો. ત્યારે આ મામલે શાહીબાગ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં અસારવા ખાતે અભિષેક એસ્ટેટ -2ની બાજુમાં માધવ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યો હતો. પાર્ક કરેલી પાંચથી વધુ ગાડીઓના કાચ તોડી બેગ, લેપટોપ સહિતની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. કડી ખાતે મામમતદાર ઓફિસમાં રેવન્યુ તલાટી તરીકે ફરાજ બજાવતા ધરજકુમાર સાગરે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત રોજ સાંજે એપાર્ટમેન્ટની બાજુમાં પોતાની કાર પાર્ક કરી ઘરે જઇ જમી પરવરીને સુઇ ગયા હતા. જો કે સવારે જોતા તેમણી કારના કાચ તૂટેલા હતા. એટલું જ નહીં કારની અંદર રાખેલું કાળા કલરનું બેગ પણ ગાયબ હતું. જેમાં સરકારી કાગળો તથા બેન્કની ચોપડી તેમજ કેટલાક કોરા ચેક પણ હતા. તેમજ તેમની પત્નીના નામે વધુ એક બેન્કની ચોપડી, ચેક સહિત આરસી બુક બેગ સાથે ચોરી થયેલા હતા.

તો આ સાથે માધવ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય રહિશોની પાર્ક કરાયેલી ગાડીઓના પણ કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે રહિશોએ શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરાર બદમાશો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

શહેરમાં ગુનાખોરીએ માઝા મુકી છે ત્યારે મોડીરાત્રે કેટલીક ઘટનાઓ ઘટી રહી છે જેના કારણે નાઇટ કરફ્યુ માત્ર નામનો હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડા, બોપાલમાં થયેલી લૂંટની ઘટનામાં પોલીસ જો યોગ્ય રીતે પેટ્રોલીગ અને ચેંકીગ કરતી હોત તો આ ઘાડપાડુ ગેંગને પકડી શકી હોત. 11 વાગ્યાથી નાઇટ કરફ્યુ હોવા છતાય પોલીસ બંદોબસ્ત કરતી નથી જેનો ફાયદો લૂંટારૂ ટોળકી ઉઠાવી રહી છે.

 59 ,  1