શોપિયામાં સેનાએ ચાર આંતકીઓને ઉતાર્યા મોતને ઘાટ

સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચઓપરેશન હાથ ધર્યું

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સેનાએ બે આંતકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મુનિહાલ વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓના જણાવ્યાં મુજબ શોપિયાના મુનિહાલ વિસ્તારમાં રાતે લગભગ 2 વાગે અથડામણ શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના જોઈન્ટ અભિયાનમાં ચાર આતંકીઓ ઠાર થયા. હાલ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષાદળો સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે.

11 માર્ચથી અત્યાર સુધીમાં 7 આતંકીનો ખાતમો

11 માર્ચ બાદથી અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 7 આતંકીઓને માર્યા છે. આ અગાઉ શોપિયામાં 13 માર્ચે રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો હતો. માર્યા ગયેલા આતંકી પાસેથી એમ-4 કારબાઈન, 36 કારતૂસ, 9600 રૂપિયા અને કેટલીક આપત્તિજનક સામગ્રી મળી આવી હતી. તે પહેલા 11 માર્ચે અનંતનાગમાં 18 કલાક ચાલેલી અથડામણમાં જૈશના બે આતંકીઓ ઠાર થયા હતા અને તેમની પાસેથી એક 47 રાયફલ, પિસ્તોલ, ગ્રેનેડ તથા ગોળીઓ મળી આવ્યા હતા.
 

 45 ,  1