શ્રીનગરમાં સુરક્ષાદળોએ અથડામણમાં 2 આતંકીઓને કર્યા ઠાર

આ વર્ષે ઘાટીમાં અત્યાર સુધીમાં 78 આતંકીઓનો સફાયો કર્યો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા બંને આતંકીઓ લશ્કર એ તૈયબાના હોવાનું સામે આવ્યું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ ,સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે અને વિસ્તારમાં સર્ચ અભિયાન હજુ પણ ચાલુ છે. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

શ્રીનગરના દાનમાર વિસ્તારની આલમદાર કોલોનીમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ અને અથડામણ શરૂ થઈ.

જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે પોલીસે સુરક્ષાદળો સાથે મળીને આ વર્ષે કાશ્મીર ઘાટીમાં અત્યાર સુધીમાં 78 આતંકીઓનો સફાયો કર્યો છે. આ અથડામણોમાં મોટાભાગના આતંકવાદીઓ (78માંથી 39) પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત હિજબુલ મુજાહિદ્દીન, અલ બદ્ર, જૈશ એ મોહમ્મદ, અને અંસાર ગજવત ઉલ હિન્દના આતંકીઓ માર્યા ગયા છે.

 16 ,  1