સુરતમાં મહિલા પ્રોફેસરે ફાંસો લગાવી કર્યો આપઘાત

માનસિક તણાવના કારણે મોતને વહાલું કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

સુરત નજીક બારડોલીમાં આવેલા માલિબા કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રોફેસર ફોરમ પાવેજા નામની મહિલાએ પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને મોતને વહાલું કરી દેતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. બનાવ બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું તો બીજી તરફ માનસિક તણાવમાં અને પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર સુરતના પોશ વિસ્તાર અડાજણમાં આવેલા રાજહંસ પ્લોટમાં પાવેજા પરિવાર રહે છે. મહિલાના પતિ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફોરમબેન સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ ફ્લેટના કોમ્પલેક્ષમાં રહેતા હતા. તેમના લગ્નને 7 વર્ષ પહેલા થયા હોવાનું અને અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરમબેન બારડોલી નજીક માલિબા કોલેજમાં MSC વિભાગનાં પ્રોફેસર હતા. 

ફોરમ પાવેજા આપઘાત પાછળ કથિત બે કારણો સામે આવ્યા છે. તેમના પરિવારના સભ્યોએ મીડિયામાં જણાવ્યું કે, તેમની માનસિક સ્થિતિ ખરાબ હતી અને તેઓ માનસિક તાણનો શિકાર હતા. આજે તેમણે ઘરે ફાંસી ખાઇને આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. જો કે સુત્રો અનુસાર મહિલાના આપઘાતનું કારણ પારિવારિક ઝગડો હોવાનું માની રહ્યા છે. હાલ તો અડાજણ પોલીસે તમામ પાસાઓ પર તપાસ આદરી છે. 

 30 ,  1