સુરતમાં માતા-પુત્રએ આર્થિક સંકળામણને લઇ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

યુવકે પુત્ર-પત્નીને પિયર મુકી આવ્યા બાદ માતા સાથે લગાવ્યો ફાંસો

સુરતના પીપલોદમાં કરૂણાંતિક ઘટના સામે આવી છે. જેમાં માતા પુત્રએ આર્થિક સંકળામણને લઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મોત પહેલા એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં બેંક લોનમાં ફસાઈ જતાં હતાશ થયેલા પુત્રએ માતા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે 15 દિવસ પહેલાં જ પત્ની પુત્રીને પિયર મૂકી આવ્યો હતો. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનાર શખ્સે ફોન નહી ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા ત્યારે લટકતી હાલતમાં માતા પુત્રનાં મૃતદેહ મળી આવ્યા હતા

ઘટનાની વિગત મુજબ, પીપલોદના મિલેનો હાઇટ્સમાં રહેતા મહર્ષ પરેશભાઇ પારેખ (ઉ.વ 37) તેની માતા ભારતી બેન પારેખે (ઉ.વ 56) ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મહર્ષ ભારત પે નામની એપ્લિકેશન નામની કંપની સાથે સંકળાયેલો હતો. મહર્ષનો એક પાંચ વર્ષનો પુત્ર અને પત્ની પણ છે. જો કે તે બંન્નેને 15 દિવસ પહેલા પિયર છોડી આવ્યો હતો. આર્થિક સ્થિતી સારી થાય ત્યાર બાદ લઇ જઇશ તેમ કહ્યું હતું.

મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે ‘ પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેને કારણે આ પગલું ભરું છું. આના માટે હું જ જવાબદાર છુ. કોઈની પૂછપરછ કરવી નહીં, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા’.

મહર્ષના મિત્ર ફેનિલે જણાવ્યું કે, મહર્ષનાં પિતાનું 5 વર્ષ અગાઉ મોત થયું હતું. મહર્ષ બે દિવસથી આપઘાતની વાત કરી રહ્યો હતો. સોમવારે ફેનિલે મહર્ષનો ફોન કર્યો હતો. જો કે તેને ફોન નહી ઉપાડતા તેના ઘરે ગયા હતા. ઘર ખખડાવવા છતા નહી ખોલતા દરવાજો તોડીને તેઓ અંદર ગયા હતા. જ્યાં માતા પુત્રનો મૃતદેહ પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે પોલીસ સબ ઇન્સપેક્ટર પરાગ ડાવરાએ જણાવ્યું કે, મરનારનું બાલાજી રોડ પર મકાન હોવા છતા પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પૈસાનું દેવું વધી જવાનાં કારણે બેંકવાળા ફોન કરીને ઉઘરાણી કરતા હતા. બેંકની ઉઘરાણી કરવા માટે આવનારા લોકોને કારણે પરેશાન થઇને તે ભાડાના મકાનમાં રહેતો હતો. હાલ આ સમગ્ર મુદ્દે જો કે વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.

 77 ,  1