September 22, 2020
September 22, 2020

સુરતમાં યુવતીની છેડતી કરનારા પોલીસ જવાનને લોકોએ જાહેરમાં પકડીને માર્યો

યુવતીની છેડતી કરનાર લોકરક્ષક પોલીસ જવાનની ધોલાઈ, કારમાંથી મળ્યો દેશી દારૂનો જથ્થો

સુરતમાં ફરી એકવાર પોલીસની શાખ પર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. ખુદ રક્ષક જ ભક્ષક બન્યો છે. પોલીસ જવાને રાહ ચાલતી એક યુવતીની છેડતી કરી હતી. યુવતીની છેડતી કરતો પોલીસ જવાન નજરે પડતાં આસપાસનાં યુવાનોએ યુવતીને બચાવી અને પોલીસ જવાનને મેથીપાક આપવામા આવ્યો હતો.

મળતી વિગત મુજબ, શહેરના ઉગત રોડ પર ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારુતિ અલ્ટો કારમાં જઈ રહેલા યુવાને એક યુવતીની છેડતી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને છેડતી કરનાર યુવકની ગાડી અટકાવી હતી. લોકોએ યુવકને કારમાંથી બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો.

બીજી બાજુ સ્થાનિક લોકોએ ગાડી ચેક કરતા તેમાંથી દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ વાતને લઈને હંગામો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ આ યુવાનની પૂછપરછ કરતા આ યુવાને પોતાની ઓળખ પોલીસ જવાન તરીકે આપી હતી. આ જવાન સુરત પોલીસમાં કર્મચારી હોવા સાથે યુવતીની છેડતી કરતો હોવાથી લોકોએ સ્થાનિક પોલીસને બોલાવી હતી અને તેને તેના હવાલે કરી દીધો હતો.

 218 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર