સુરતમાં એકના ડબલ રૂપિયા આપવાની લાલચે રોયલ વ્યૂ એકે ગ્રુપે ફેરવ્યું લાખોનું ફુલેકું

ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચા સામે છેતરપિંડીનો ગુનો દાખલ

સુરતમાં એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી રોયલ વ્યૂ એકે ગ્રુપે છેતરપિંડી આચરી છે. રોકાણકારોના રિસોર્ટમાં મીટિંગ ગોઠવી મહિલાઓ પાસે પ્રેઝેન્ટેશન કરાવી થાઈલેન્ડ, બેન્કોકની ટ્રિપની લાલચ આપી રોકાણ કરાવાયા છે. ત્યાર બાદ ઉઠામણું કરી છેતરપિંડી આચરી છે.

રોયલ વ્યૂ એકે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચાએ લેસના કારખાનેદારથી લઈને સ્ટાફના કર્મચારીઓને પણ સોનેરી સ્વપ્ન બતાવી રોડ પર લાવી દીધા હોવાનું સામે આવ્યું છે, જેથી રોકાણ કરનારા 15 જેટલા લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને આધારે પોલીસે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, અલ્પેશ કિડેચા મીટિંગ કરી લોકોને લોભામણી લાલચ આપી ફસાવતો હતો, જેમાં કેટલીક રૂપસુંદરી મહિલાઓ પણ રાખતો હતો. એકના ડબલ કેવી રીતે થાય એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર ગણીને બતાવતો હતો. બીજા રોકાણકારો લાવી ચેઇન બનાવો તો શું ફાયદો એના વિશે લલચાવતો, રોકાણકારોને માત્ર ગણિત જ સમજાવતો, તમારા રૂપિયા ડબલ થઈ ગયા. હવે બીજી સ્કીમમાં નાખવાના છે. આ ફોર્મ પર સહી કરો. બસ, આવા જાસા આપી લોભ-લાલચમાં સગાંની બચતમૂડીને પણ રોકાણ કરાવીને ફસાવ્યા, કેટલાક તો મિત્રોને રોકાણ કરાવી આજે વ્યાજ ચૂકવી રહ્યા છે. કેટલાકે પરિવારને અંધારામાં રાખી મકાન પર લોન લઈ આપઘાત પણ કરી લીધો છે.

 93 ,  1