બાપુનગર વિસ્તારમાં મહિલાની છેડતી, નરાધમે બાથમાં જકડી કર્યા અડપલા

ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા ગયેલી બહેનની છેડતી, પાડોશીએ લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. ભાઇનું લગ્નમુહૂર્ત કઢાવવા ગયેલી બહેનને પડોશીએ ઘરમાં ખેંચી બળજબરીપૂર્વક શારીરિક અડપલા કર્યા હતી. જો કે મહિલાએ લાત મારી આરોપીના ચુંગાલમાંથી છુટી પરિવાર પાસે પહોંચી ગઇ હતી. ત્યારબાદ આ મામલો બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાઇના લગ્નની તૈયારી ચાલતી હોવાથી પોતાના પિયર ગોમતીપુર આવી હતી. આ દરમિયાન લગ્નનું મુહૂર્ત કઢાવવા પરિવાર બાપુનગર ખાતે ગયા હતા. જ્યાં પાડોશમાં રહેતા એક યુવકે બળજબરી કરી અડપલા કર્યા હતા.

ફરિયાદ મુજબ, મહિલા બત્રીસપુરા ચાલીના નાકે દુકાને પડીકુ લેવા માટે ઉભી હતી. તો બીજી તરફ મહિલાના માતા પિતા આગળ નિકળી ગયા હતા. મહિલા પડીકુ લઇને જઇ રહી હતી તેવા સમયે ચાલીના નાકે રહેતા અમિત નટવર ભાઇ પટણીએ મહિલાનો હાથ પકડી ઘરની અંદર ખેચી ગયો હતો. અને બળજબરી કરી શારીરિક અડપલા કર્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને લીધે યુવતી બૂમ પણ ના પાડી શકી. રૂમમાં લઈ ગયા બાદ યુવકે યુવતીને પોતાના આલિંગનમાં લઇ લીધી અને યુવતીના અલગ અલગ અંગ પર સ્પર્શ કરવા લાગ્યો હતો.

આખરે યુવતીએ લાત મારતા યુવકના પગે ઇજા થઇ હતી. જેના કારણે યુવક થોડો ખસી ગયો અને યુવતીને ભાગવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પરિવારજનો બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને આ મામલે પીડિત મહિલાએ અમિત પટણી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર