મોરેટોરિયમમાં EMI પર વ્યાજનો મામલો, સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે લોન મોરેટોરિયમ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઉચ્ચ અદાલતે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, “આરબીઆઈની પાછળ ન છૂપાઓ, તમારું વલણ શું છે એ જણાવો.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર આરબીઆઈનો આશરો લઈને પોતાની જવાબદારીઓથી છટકી શકે નહીં. કોર્ટે સરકારને કહ્યું, “તમે ફક્ત તમારું ધ્યાન કારોબાર પર જ કરી શકતા નથી, તમારે લોકોના વેદનાઓનું પણ ધ્યાન રાખવું પડશે.”

સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે સરકાર લોકોની તકલીફને બાજુમાં મૂકીને ફક્ત વેપારી દ્રષ્ટિકોણથી વિચારી શકે નહીં. કોર્ટે સરકારને જલદી નિર્ણય  લઈને જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે રિઝર્વ બેંકે લોકડાઉનના કારણે રોજગાર છીનવાઈ જનારા લોન ભરનારા લોકોને રાહત આપવાના હેતુથી ઈએમઆઈ વસૂલવામાં નરમાઈ દેખાડી. રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું કે તેઓ પોતાના ગ્રાહકોને 31 ઓગસ્ટ સુધી ઈએમઆઈ ન ભરવાની ઓફર આપે. જો કે આ દરમિયાન ગ્રાહકો પાસેથી સામાન્ય દરથી વ્યાજ વસૂલવાની પણ મંજૂરી બેંકોને અપાઈ છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અધિકાર અપાયા છે. જેના ઉપયોગથી તે લોન ઇએમઆઈ પર વ્યાજ માફ કરી શકે છે. લોકડાઉનથી ઉભી થયેલી ભયંકર પરિસ્થિતિમાં વ્યાજ વસૂલવું કે નહીં તે અંગેનો નિર્ણય આરબીઆઈ પર છોડી શકાતો નથી. આ મામલાની સુનાવણી હવે 1 સપ્ટેમ્બરના રોજ થશે.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર