AMC સંચાલિત શાળામાં પરીક્ષા લેવાનો મામલો, વિદ્યાર્થીઓ જાતે જ આવ્યાં હતાં, આચાર્યનું સસ્પેન્શન રદ

AMCએ તપાસ રિપોર્ટ કમિટીને સોંપ્યા બાદ આચાર્ય પ્રિતી પાંડેનું સસ્પેન્શન રદ્દ

અમદાવાદમાં ગુલબાઇ ટેકરા સ્થિત એએમસી સંચાલિત એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં પરીક્ષા લેવા મામલે તપાસ કમિટીએ આચાર્ય અને શિક્ષકોને ક્લીન ચીટ આપતા અનેક સવાલો ઉઠ્યા છે. તપાસ કમિટીની રિપોર્ટ બાદ આચાર્ય પ્રિતી પાંડેનું સસ્પેન્શન પણ રદ્દ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે પણ બાળકોને સ્કૂલે બોલાવી તેમની પરીક્ષા યોજવામાં આવતા ભારે વિવાદ સર્જાયો. જે બાદ AMC શિક્ષણ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે સ્કૂલના આચાર્યને સમગ્ર ઘટના પાછળ જવાબદાર ઠેરવી તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ હવે તપાસ કમિટીએ સ્કૂલમાં કોઇ પરીક્ષા લેવાઇ જ ન હોવાનું તેમજ વિદ્યાર્થીઓ જાતે જ શાળાએ આવ્યા હોવાનું તારણ રજૂ કર્યું છે.

તપાસ રિપોર્ટમાં આચાર્ય કે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં નહોતા બોલાવ્યાં. બાળકો જાતે જ સ્કૂલમાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. AMC સ્કૂલ બોર્ડ આચાર્ય પ્રીતિ પાંડેનું સસ્પેન્શન પણ રદ કરી નોકરી પર પરત લઈ લીધાં છે. AMC સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિના રિપોર્ટમાં બાળકો જાતે આવ્યા હોવાનું બહાર આવ્યું છે પરીક્ષા નહોતી લેવામાં આવી.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર