September 24, 2020
September 24, 2020

સુરત : પૈસાની લેતી-દેતી મામલે મિત્રએ સરેઆમ ચપ્પુના ઘા મારી મિત્રની કરી હત્યા

ફિલ્મી ઢબે પુણા પોલીસે પીછો કરી કાતિલ દોસ્તને ઝડપી પાડ્યો..

સુરતના પાંડસરામાં નજીવી બાબતમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે વધુ એક પુણા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા એક મિત્રએ બીજા મિત્રને ચાકૂ મારી દેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

સુરતના પુણાગામ વિસ્તારમાં ડીએમજી પાર્કના ગોડાઉનમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકને ચપ્પુના ઘા મારી ભાગવા જતા આરોપીનો પીછો કરી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગળાના ભાગે યુવકને ચપ્પુના ઘા મારવામાં આવતા ઘટનાસ્થેળે મોત નિપજ્યું હતું.

ઘટનાની વિગત મુજબ, સુરતના પુણા વિસ્તાર રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન સિદ્ધનાથ ઉર્ફ રાજુ છોટેલાલ કુટીલ આજે રૂપિયાની લેતી દેતી માટે મિત્ર પ્રિન્સ પાસે ગયો હતો. જોકે રૂપિયાની લેતી દેતીમાં પહેલાં બંને મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં મામલો એટલો ઉગ્ર બનતા મારા મારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન આવેશમાં આવેલા મિત્ર પ્રિન્સે છરીના ઘા મારી મિત્ર જ્ઞાન દેવ પર હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખી. જ્ઞાન દેવને ગંભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું.

તો બીજી તરફ હત્યારે પ્રિન્સ મિત્રને મોતને ઘાટ ઉતારી ભાગવા જતો હતો. જો કે ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને પ્રિન્સને ઝડપી પાડ્યો હતો. હત્યા કરીને જે દિશામાં હત્યારો ભાગ્યો હતો તે લોકેશન મેળવી લીધુ, અને તુરંત પુણા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.યુ ગડરીયાએ ફિલ્મી ઢબે ખાનગી ગાડીમાં દોડી જઈને આરોપીને પકડી પાડ્યો હતો.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર