કોરોના મામલે હાઇકોર્ટે રૂપાણી સરકારને આડે હાથે લીધી – પૂછ્યા અનેક સવાલો

ઓનલાઇન સુનાવણીને કારણે પ્રજા પણ જોઇ શકી હાઇકોર્ટની કાર્યવાહી

લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર 50 લોકોને પરવાનગી આપો – કોર્ટ

ગુજરાતમાં કોરોનાની વકરેલી ગંભીર પરિસ્થિતિનો પડઘો આજે ગુજરાત હાઇકોર્ટમાં પડ્યો હતો. હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રીટની સુનાવણી વખતે જજો દ્વારા પ્રજાને પડતી અને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સરકારને પૂછ્યું કે એક સામાન્ય ઇંજેક્શન માટે આટલી લાંબી લાઇનો કેમ લાગી ? આટલી એમ્બુસન્સની લાઇનો કેમ લાગી આવા અનેક સવાલો કર્યો હતા. વધુ સુનાવણી 15મીએ હાથ ધરાશે.

કોરોનાની વણસી ગયેલી પરિસ્થિને લઈને આજે સુઓમોટો પર હાઇકોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મનીષા લવકુમાર સુનાવણીમાં જોડાયા હતા. જોકે કોરોના કેસ વધતા હાઇકોર્ટ બંધ હોવાથી સુનાવણી વિડિઓ કોન્ફ્રરન્સથી કારવામાં આવી હતી. સુનાવણીમાં કોર્ટે ટાંકયું હતું કે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે લોકો કોરોનાને સંવેદનશીલ સમજે લક્ષણો દેખાય તો ટેસ્ટ ફરજીયાત કરાવે લોકો પોતાની જાતે તકેદારી રાખે, લોકોને જાગૃત કરવા સરકારની જવાબદારી છે તે મામલે પણ કોર્ટે સરકાર ને ટકોર કરી હતી.

તો બીજી તરફ  સરકારી વકીલની દલીલ હતી કે  લોકોને જાગૃત કરવા એ સરકારની જવાબદારી નથી આ લડાઈ કોરોના અને લોકો વચ્ચેની છે. રેમડેસીવીર ઈંજકેશન મામલે કહ્યું હતું કે રેમડેસીવીર ઇંજેક્શનનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તેવું એડવોકેટ જનરલ એ જણાવ્યું હતું મેડિકલ ક્ષેત્રના લોકો પ્રિસ્ક્રીશન લખવામાં ધ્યાન રાખી દેશમાં ઈંજકેસનના 7 ઉત્પાદકો છે ઇંજેક્શનની નિકાસ પર રોક લાગવી દીધી છે, રેમડેસીવીર ઇંજેક્શનનો દૂર ઉપયોગ ના થાય તે જોવું પણ જરૂરી છે તેવું: એડવોકેટ જનરલ એ કહ્યું હતું. ઘણી હોસ્પિટલો રેમડેસીવીર ઇંજેક્શનનો ભાવ વધારે લે છે દરેક દર્દીને આ ઈંજકેશનની જરૂર નથી. ગુજરાત 7 ઉત્પાદકો પાસેથી રોજના 25થી 30 હજાર ઈંજકેશન લે છે. અછતને કારણે ઇંજેક્શનની કાળા બજારી થઈ રહી છે આ કાળાબજારી રોકવી એ સરકારની જવાબદારી છે ટેસ્ટ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ એ ગુજરાત સરકારનો  મંત્ર છે તેવું એડવોકેટ જનરલે જણાવ્યું હતું. સરકારે રોજના 1.50 થી વધુ ટેસ્ટ ફરજીયાત કર્યા છે. ગુજરાતમા મૃત્યુ દર ઘટ્યો છે જે 6 ટકા હતો એ હવે 1 ટકો થયો છે સરકાર ધન્વંતરિ રથથી લોકોમાં સ્વસ્થ થાય તે સરકાર કામ કરી રહી છે 

વધુમાં વધુ હોસ્પિટલો કોવિડ ડિજિગ્નિટેડ બનાવી રહી છે સરકાર, ઇંજેક્શન રાહત દરે આપવામાં આવે ઝાયડ્સ હોસ્પિટલે ભાવ ઘટાડયા છે લોકો ઇંજેક્શનની સંગ્રહખોરી કરી રહી છે તે યોગ્ય નથી કોવિડ કેર સેન્ટરમાં  ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ રાત દિવસ કામ કરી રહયા છે મીડિયાને આડે હાથ લેતા કહ્યું હતું, હું પૂછવા માંગુ છું કે કયા બેડની અછત છે તમે નિષ્પક્ષ રહીને કામ કરો. 141 કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે રાજયમાં ઓક્સિજન ઉત્પાદકોએ 70 ટાકા ઓક્સિજન  સરકારને આપવાનો છે હાલની પરિસ્થિતિ સાથે મળીને કામ કારવાની છે.

જોકે આ સુનાવણીમાં  ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન ભાગ લીધો હતો. નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી હતી કે ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીર ની આવશ્યકતા છે.  ટેસ્ટિંગની સરકારે  ક્ષમતા પણ વધારી દીધી છે ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવે છે. રેમડેસિવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય દર્દીઓને નથી હોતી.  જોકે કોર્ટે કહ્યું હતું કે લોકોને લાઈનમાં ઉભા ના રહેવું જોઈએ તે માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, લોકો મજા કરવા માટે લાઈનમાં ઉભા નથી રહેતા. કોર્ટે કહ્યું હતું કે અમને તો માત્રને માત્ર રિઝલ્ટ જોઈએ. જોકે આ સ્થિતિ શહેરોની નથી ગામડાં અને તાલુકાની પણ છે જો સરકાર આટલી જ મહેતત કરે છે તો કેમ ઈંજકેશન નથી મળતા કેમ એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે

વધુમાં કોર્ટે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કેમ સરકાર વહેલા જાગી નહીં ? તાત્કાલિક કોઈ કામ કર્યું નહીં જેમાં કારણે લોકો હેરાન થઈ રહયા છે.લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય તમામ પર રોક લાગવામાં આવે એવું પણ હાઇકોર્ટએ કહ્યું છે. તમામ પ્રકારના રાજકીય મેળાવડા અત્યારે બંધ કરી દેવમાં આવે, લગ્નનમાં ફક્ત 50 લોકોને મંજૂરી આપવામાં આવે, નાની અને મોટી સોસાયટીમાં પણ મિટિંગના કરે એ પણ સરકાર ધ્યાન રાખે. સોસાયટીમાં પણ એક વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે જેથી લોકો ભેગા ના થાય. લોકડાઉન એક જ ઉપાય નથી રોજનું રોજ ખાતા મજૂરોને આ કારણે હાલાકી પડી છે લોકો વતન તરફ જઇ રહયા છે. ઓફિસમાં આવતા લોકોની સંખ્યા પણ ઘટાડવામાં આવે કરફ્યનું ચુસ્ત પણે પાલન પણ જરૂરી છે. ચીફ જસ્ટિસએ કહ્યું હતું કે કરફ્યુમાં પણ લોકો વહેલી સવારે નીકળે છે એ મારા પાસે માહિતી છે.

બુથ મુજબ મેનેજમેન્ટ કરો છો તેમ તમે કોરોના માટે પણ મેનેજમેન્ટ કરો તે જરૂરી છે દિવસ દરમિયાન પણ ક્યાંય ભીડ ભેગી ના થાય તે માટે પણ કોર્ટે કહ્યું હતું. ચાની કીટલી પાનના ગલ્લા બંધ રાખવામાં આવ્યા છે યો સયંભૂ લોકડાઉન થવું જોઈએ. કરફ્યુ મા કોઈ પણ દુકાન ના ખુલવી જોઈએ તે માટે પણ કોર્ટે કહ્યું હતું જનતા અને સરકાર બંને ભેગા મળીને આ મહામારીમાં લડવું જોઈએ તો જ કોરોના ચેઇન તૂટશે તેવું કોર્ટે કહ્યું હતું.

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડેસિવિર ઇન્જેકશન માટે ભીડ ન કરો.

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. તો ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે સુનાવણી હાથ ધરી છે. હવે આ મામલે વધુ સુનાવણી ગરૂવારે હાથ ધરાશે.

 27 ,  1