આખરે દીપ સિદ્ધુ દિલ્હી પોલીસના સકંજામાં – એક લાખનું હતું ઇનામ

લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લગાવવાનો છે આરોપ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 76 મો દિવસ છે. દરમિયાન, દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ દિલ્હી હિંસાના મુખ્ય સૂત્રધાર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. 3 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત ચાર લોકો પર એક-એક લાખના ઈનામની જાહેરાત કરી હતી. આ લોકો લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લહેરાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા. દીપ સિદ્ધુની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી દીપ સિદ્ધુ 26 જાન્યુઆરીથી ફરાર હતો.

 68 ,  1