હિંમતનગર : સીટી કેબલની ઓફીસમાં વીજળી પડતા આગની ઘટના..

હિંમતનગર શહેરના હાર્દ સમાં મહાવીર નગર વિસ્તારમાં વહેલી પરોઢે આગની ઘટના બની હતી. જેમાં ભારે ગાજ વીજ સાથે વરસાદ આવતા વીજળીના કારણે આગની ઘટના બની હતી.

મહાવીર નગર વિસ્તારમાં આવેલા આનંદ ફ્લેટમાં ટોપ ફ્લોર પર સીટી કેબલની ઓફીસ આવેલી છે. આ આગની ઘટનામાં સીટી કેબલની ઓફીસનાં કેબલો આગની ચપેટમાં આવી ગયા હતા, અને સીટી કેબલનો પુરેપુરુ સેટ અપ બળીને ખાખ થઇ ગયો હતો.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી