કોરોના સામેની જંગમાં DCGI આ વિદેશી વેક્સિનને આપી મંજૂરી

કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિક-વી બાદ મોડર્ના ભારતમાં ઉપલબ્ધ થનારી ચોથી રસી

દેશમાં કોરોના મહામારીના મહાયુદ્ધમાં વિજય મેળવવા માટે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત ગુજરાત સહિત સમ્રગ દેશમાં થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)અમેરિકાની કંપની મોડર્નાની કોરોના રસીને આયાત માટે મંજૂરી આપી દીધી છે.

તેમજ વધુ જણાવ્યું છે કે, અમેરિકન સરકાર ભારત સરકારને ઉપયોગ માટે કોવેક્સના માધ્યમથી મોડર્નાની રસીને મંજૂરી આપવા કહ્યું છે. મુંબઈ સ્થિત દવા કંપની સિપ્લા અમેરિકન દવા કંપની સાથે પાર્ટનરશિપમાં આ દવા બનાવશે.સત્તાવાર સૂત્રોએ આજે આ અંગે જાણકારી આપી છે. કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિક-વી બાદ મોડર્ના ભારતમાં ઉપલબ્ધ થનારી ચોથી રસી હશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે.

જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ 5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે. દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.

 58 ,  1