પ્રથમ તબક્કામાં 2 લાખ 76 હજાર વેક્સીનનો જથ્યો આવી પહોંચ્યો : નીતિન પટેલ

કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે: નીતિન પટેલ

આવતીકાલે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોલ્ડ ચેન દ્વારા કોરોનાનો જથ્થો પહોંચાડવામાં આવશે

પૂણેના સિરમની કોવિશિલ્ડ વેક્સીન આજે સવારે અમદાવાદ આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય સચિવ જયંતી રવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ વેસ્કિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી. તો વેક્સીનના 96 હજાર ડોઝને ગાંધીનગર સ્ટેટ સ્ટોરેજ સેંટરમાં મોકલવામાં આવ્યો..જે પૈકી 60 હજાર ડોઝ ભાવનગર મોકલવામાં આવશે..વડોદરા, સુરત અને રાજકોટમાં સડક માર્ગે વેક્સીનનો જથ્થો આવતીકાલ સુધી પહોંચશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહાનારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ 2,76,000 જથ્થો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિન નો જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં 12,000ના જથ્થા સાથે વેક્સિનના કુલ 23 બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.

જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં 8 બોક્સ એટલે કે 96 હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં 10 બોક્સ એટલે કે કુલ 1 લાખ 20 હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે 60 હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે 13 મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં 93,500 વેક્સિંનનો જથ્થો, વડોદરામાં 94,500 વેક્સિન નો જથ્થો અને રાજકોટ ખાતે 77 હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે‌. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં 20 હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના 4 લાખ 33 હજાર સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર