દહેગામ : લવાડમાં અડધી રાતે ઝેરી સાપે વિદ્યાર્થીનિને માર્યો ડંખ, હાલત ગંભીર

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના

દહેગામ તાલુકાના લવાડ ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં મોડી રાતે વિદ્યાર્થીનિને ઝેરી સાપ કરડ્યો હતો. હાલ વિદ્યાર્થીની ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહી છે. સાપનું ઝેર શરીરમાં પ્રસરી જતા વિદ્યાર્થીનિ કોમામાં જતી રહી હોવાનું ડોક્ટર દ્વારા જાણવા મળી રહ્યું છે. વિદ્યાલયના સંચાલક તેમજ આચાર્યની ગંભીર બેદરકારીને કારણે કિશોરી જીવન મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

દહેગામ તાલુકાના લવાડ ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા ધોરણ 12માં અભ્યાસ કરતી સોનલ બેન ધર્મેન્દ્ર સિંહ ચૌહાણને ઝેરી સાપ કરડ્યો હતો. ગત રોજ મોડી રાતે હોસ્ટેલના બીજા માળે સોનલ ચૌહાણ સુઈ રહી હતી. તે દરમ્યાન ઝેરી સાપે ડંખ માર્યો હતો. જોત જોતામાં સાપનું ઝેર કિશોરીના શરીરમાં પ્રસરી હાલ ગંભીર બની હતી. તો બીજી તરફ વિદ્યાર્થીનિને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હાલ કિશોરી કોમા અવસ્થામાં સારવાર લઈ છે.

નોંધનીય છે કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલક અને આચાર્યની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીનિ જીવન મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી