September 28, 2020
September 28, 2020

કોરોના કહેર વચ્ચે રૂપાણી સરકારે વર્ગ 3-4 ના કર્મયોગીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

વર્ગ ૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા 6 માસથી વધારી એક વર્ષની કરાઇ

રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ ૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા 6 માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા કર્મયોગીઓના આશ્રિતોને મોટી રાહત આપતો આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

સીએમ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે કર્મચારીના મોત બાદ ઘણી ધાર્મિક વીધી કરવામાં આવતી હોય છે ઉપરાંત પરિવારની માનસિક હાલત પણ ખરાબ હોય છે. તેમજ પરિવારના સભ્યોને દરેક નિયમોની જાણ હોતી નથી જેને લઈને લાંબો સમય જતો રહે છે. જેથી લોકોની માગ હતી કે 6 મહનાનો સમયગાળો ઓછો કહેવાય. જેને માન્ય રાખીને સીએમ રૂપાણીએ આ સમયગાળો એક વર્ષ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સેવા વર્ગ-૩ અને ૪ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમ રાહે નિમણૂંક આપવામાં આવતી હતી. પરંતુ 2011થી આવી નિમણૂંકના વિકલ્પે રાજ્ય સરકારે આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને ઉચ્ચક નાણાંકીય સહાય આપવાનો અભિગમ અપનાવેલો છે. જેથી હવે સરકારમાં કરવાની થતી અરજીનો સમય 6 માસથી વધારી 12 માસ કરવાનો નિર્ણય કર્યો છે.

 98 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર