2022 વર્ષના આરંભથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ATMમાંથી પૈસા ઉપાડવા સહિત કપડાં અને ફૂટવેર ખરીદવાનું મોંઘું થશે

નવું વર્ષ 2022નો પ્રારંભ થવામાં હવે આડે હવે ગણતરીના દિવસો બાકી છે. જેની સાથે ઘણા ફેરફારો લાવવાનું છે. આ ફેરફારની અસર તમારા જીવન પર પણ પડશે. 1 જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને કપડાં-ફૂટવેર ખરીદવાનું મોંઘું થઈ જશે. જાણો 1 જાન્યુઆરીથી કયા 6 ફેરફાર થઈ રહ્યા છે.

કપડાં અને ફૂટવેર ખરીદવાનું મોંઘું થશે
1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પર 12% GST લાગશે. ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂડવેર પર 7% GST વધારી દીધો છે. તે ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટો રિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે. એટલે કે ઓલા, ઉબેર, જેવી એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટો રિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘુ થઈ જશે. જો કે, ઓફલાઈન રીતે ઓટો રિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય. તેને ટેક્સથી બહાર રાખવામાં આવ્યો છે.

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થઈ જશે
RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે. બેંક તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. તેમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક તેના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ને બદલે 21 રૂપિયા લઈ શકશે. તેમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.

15થી 18 વર્ષના બાળકો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે
દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીના બાળકો કોરોના વેક્સિન લઈ શકશે. તેના માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે 10મા ધોરણના ID કાર્ડને પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ખાતાધારકોએ 1 જાન્યુઆરીથી એક નક્કી મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને ડિપોઝિટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત રોકડ ઉપાડવાનું ફ્રી છે. પરંતુ તેના પછી દરેક ઉપાડ પર 0.50% ચાર્જ આપવો પડશે જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે. જો કે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.

એમેઝોન પ્રાઈમ પર લાઈવ ક્રિકેટ મેચ જોઈ શકાશે
એમેઝોનના OTT પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર હવે લાઈવ ક્રિકેટ મેચ પણ જોઈ શકાશે. એમેઝોન પ્રાઈમ વીડિયો આવતા વર્ષે 1 જાન્યુઆરી 2022થી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની સાથે લાઈવ ક્રિકેટ સ્ટ્રીમિંગ પ્લેમાં એન્ટ્રી કરી રહ્યું છે.

ગાડી ખરીદવાનું મોંઘું થશે
નવા વર્ષમાં મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા, અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી 2022થી કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 2.5%નો વધારો કરશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી