POCSO એક્ટ મામલો, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને બદલ્યો

સુપ્રીમ કોર્ટે કહ્યું- ગુના માટે સ્કીન ટુ સ્કીન ટચ જરૂરી નથી

દેશની સર્વોચ્ચ અદાલતે ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટના એ ચુકાદાને રદ્દ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટચ ટુ ટચ સંપર્ક વિના સગીરાના સ્તનનો સ્પર્શ કરવો એ જાતીય સતામણી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે આ મામલે જણાવ્યું કે, શરીરના કોઈપણ જાતીય ભાગને ખોટા ઈરાદાથી કોઈપણ રીતે સ્પર્શ કરવો એ POCSO એક્ટના કેસ તરીકે ગણવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, એવું ન કહી શકાય કે કપડાની ઉપરથી સ્પર્શ યૌન શૌષણ નથી. આવી વ્યાખ્યા બાળકોને શોષણથી બચાવવાના પોક્સોના કાયદાના ઉદ્દેશ્યને નિષ્ફળ કરે છે. આ ઉપરાંત આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓને સર્વોચ્ચ અદાલતે દોષિત ઠેરવ્યા છે. આરોપીઓને પોક્સો એક્ટ હેઠળ 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો?

હકિકતમાં, બોમ્બે હાઈકોર્ટેની નાગપુર બેંચે જાતીય શોષણના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. જેમાં એવું માનવામાં આવ્યું હતું કે, ટચ ટુ ટચ સ્કીન સંપર્ક વિના સગીરાના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો અથવા તેને લપેટવું પોક્સો હેઠળ આવતું નથી. એઠર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ નિર્ણયને બદલી નાખ્યો છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી