દરિયાપુરમાં થયેલા પથ્થરમારાને લઈ પોલીસ એકશન મોડમાં…

 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો..

શહેરના અતિસવેંદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં ગઇકાલે વહેલી સવારે ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કરતા તંગદીલીનો મહોલ સર્જાયો હતો. ગેરકાયદે વિજ જોડાણ કાપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ દરિયાપુરના તંબુચોકી પાસે ગઇ હતી જ્યા એકાએક પથ્થરમારો કરી દેતા મામલો બીચક્યો હતો. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ સહિત સાત લોકો ઘાયલ થતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ હરકતમાં આવી 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.

દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યા પહોચ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી. જોકે હવે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં 150 લોકો સામે ગુનો નોંઘ્યો છે. જેમા પોલીસ દ્વારા રાયોટિંગનું કાવતરુ કરીને હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથેજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છેકે આ સમગ્ર ઘટનામાં સલીમ અને નઝીર મોહમ્મદ શેખ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જાણીને નવાઈ લાગશે કે 150ના ટોળામાંથી 50 જેટલી મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 14 જેટલા ટોરેન્ટપાવરના કર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા જેથી સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી