September 23, 2021
September 23, 2021

રાજયમાં પંચાયત સેવા વર્ગ-3ની ભરતીમાં દિવ્યાંગો માટે 4% અનામત મળશે

પંચાયત સેવા વર્ગ 3 ની સીધી ભરતીથી થતી નિમણૂકમાં મળશે લાભ

રાજ્યના પંચાયત સેવા વર્ગ 3ની ભરતીમા દિવ્યાંગ ઉમેદવારો ને 4% અનામત આપવામાં આવશે.દિવ્યાંગ ઉમેદવારો ની સીધી ભરતીથી નિમણુંક કરી ભરાતી જગ્યાઓમા હવે અનામત મળશે. આ માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરીપત્ર કરવામા આવ્યો છે.

પંચાયત સેવા વર્ગ 3 ની સીધી ભરતીથી થતી નિમણૂકમાં રાજ્યના દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા શાક પરિપત્ર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી સેવાઓમાં અનામત જગ્યાઓમાં કેવા પ્રકારના દિવ્યાંગ ઉમેદવારોની નિમણુંક કરવી તે અંગેની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

29 જુલાઈ 2021 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો તેમજ તજજ્ઞ સમિતિ ની એક મહત્વની બેઠક મળી હતી જેમાં નક્કી થયા મુજબ પંચાયત સેવા વર્ગ 3 સંવર્ધનની જગ્યાઓમાં ચાર ટકા જગ્યા અનામત રાખી ને દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાનું નકકી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કુલ 19 અલગ-અલગ પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે નિયત ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા નૈતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મળેલી ગજબના સમિતિની બેઠકમાં અલગ અલગ વિભાગોની સીધી ભરતીમાં વિકલાંગ ઉમેદવારોની કેટેગરી સાથે વિકલાંગતાનો પ્રકાર તેમજ અનામત જગ્યા ની ટકાવારી દર્શાવતો ખાસ પરીપત્ર રાજ્યના પંચાયત વિભાગ દ્વારા કરી દેવામાં આવે છે એટલું જ નહીં આ પરિપત્ર માં એ પણ સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરેલી કેટેગરીની વિકલાંગ વ્યક્તિ એક ભરતી માં ઉપલબ્ધ ન થઈ શકે તો કેવી અનામત જગ્યા ઉપર પ્રવર્તમાન નિયમો અને હુકમો ને ધ્યાને લઇને આગળની કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર હવેથી અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 3, કમ્પાઉન્ડર વર્ગ-3 ,ઉપરાંત વિસ્તરણ અધિકારી કૃષિ સહકાર તેમજ આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ, વિભાગીય હિસાબનીશ ,સમાજ કલ્યાણ નિરીક્ષક, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન ,નાયબ ચીટનીશ, મુખ્યસેવિકા ,જુનિયર ક્લાર્ક, તલાટી ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામસેવક, ફિમેલ હેલ્થ વર્ક ,મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ,પશુધન નિરીક્ષક અને નાયબ હિસાબનીશ સહિતની વર્ગ-3ની કુલ 19 અલગ-અલગ જગ્યાઓમાં સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી ચાર ટકા જગ્યા અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે સરકારના આ મહત્વના હવેથી પંચાયત સેવા વર્ગ 3 માં દિવ્યાંગ વ્યક્તિઓ નેચાર ટકા અનામત કેટેગરીનો લાભ મળશે.

 19 ,  1