September 26, 2020
September 26, 2020

રાજ્યમાં આજે કોરોનાના 1152 કેસ નોંધાયા, 18નાં મોત

રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર, હાલ 14,282  એક્ટિવ કેસ

રાજ્યમાં આજે કોરોનાના 1152 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2715 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,282  એક્ટિવ કેસ છે, જ્યારે 57,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,207 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43,390 પર પહોંચી છે.

આજે સુરત કોપોરેશન 195, અમદાવાદ કોપોરેશન 147, વડોદરા કોપોરેશન 93, સુરત 77, રાજકોટ કોપોરેશન 59, રાજકોટ 36, અમરેલી 35, ભાવનગર કોપોરેશન 35, જામનગર કોપોરેશન 34, પંચમહાલ 34, મહેસાણા 32, ગીર સોમનાથ 27, કચ્છ 27, સુરેન્દ્રનગર 27, વડોદરા 27, ભરૂચ 25, દાહોદ 21, મોરબી 21, વલસાડ 18, ગાંધીનગર 16, ખેડા 16, ગાંધીનગર કોપોરેશન 14, જુનાગઢ કોપોરેશન 14, આણંદ 13, નવસારી 13, અમદાવાદ 12, ભાવનગર 11, નર્મદા 11, સાબરકાંઠા 11, પાટણ 10, બનાસકાંઠા 8, બોટાદ 6, તાપી 6, જુનાગઢ 5, અરવલ્લી 4, જામનગર 4, પોરબંદર 3, છોટા ઉદેપુર 2, મહીસાગર 2, દેવભૂમિ દ્વારકા 1 મળી કુલ 1152 કેસો મળ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ કોપોરેશન 5, અમદાવાદ કોપોરેશન, સુરત કોપોરેશન 3, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 18 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2715એ પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કુલ 977 દર્દી સાજા થયા હતા અને 50,124 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ગુજરાતમાં અત્યાર સુધી કરવામાં આવેલા સૌથી વધુ ટેસ્ટ છે, આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 11,09,005  ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર