September 18, 2021
September 18, 2021

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યાના બે વર્ષમાં માત્ર આટલા જ લોકોએ જમીન ખરીદી!

જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી – સરકાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાને 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવુ શક્ય બન્યુ છે. સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કલમ 370 હટયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે અને તેના પર સરકારે જવાબ આપતા કહ્યુ છે કે, ઓગસ્ટ 2019 બાદ અત્યાર સુધીમાં બહારના માત્ર બે લોકોએ રાજ્યમાં જમીન ખરીદી છે.

કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો હતો. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હવે જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી.

ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી કલમ 370 લાગુ હતી ત્યાં સુધી અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ અહીંયા જમીન ખરીદી શકતો નહતો. પણ હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો છે અને એ પછી આ નિયમ હટી ગયો છે.

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યમાં નવી શૂટિંગ પોલિસી પણ લાગુ કરી છે. અહીંયા સંખ્યાબંધ સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે.

 60 ,  1