મતદાનના બે દિવસ પહેલા સોમાભાઈ પટેલનો ધડાકો – ભાજપે મને 10 કરોડ આપ્યા, Video

‘સોમાભાઈએ કરી કબૂલાત, ભાજપે 10 કરોડ આપ્યા…’

ભાજપ દ્વારા કરોડો રૂપિયાની સોદાબાજી કરીને MLAની ખરીદી કરાઈ : કોંગ્રેસ

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલનો એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સોમાભાઈએ પોતે ભાજપ સાથે કરોડો રૂપિયા લઈ રાજીનામું આપ્યું હોવાની કરી રહ્યા છે.

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સાથે જ સી.આર.પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા આ કથિત વીડિયોમાં જેમાં સોમા પટેલ ભાજપ સાથે ડીલની વાત કરતા નજરે પડે છે. જેમાં લીમડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોઈ વ્યક્તિને કહી રહ્યાં છે કે, 10-10 કરોડ આપવામાં આવ્યા છે. 

સોમાભાઈ આ વીડિયોમાં એવું કહેતા સંભળાય છે કે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે નાણાં આપ્યાં જ હશે. તેમણે પોતાને નાણાં મળ્યાનું કબૂલતાં કહ્યું કે, બીજાંને જે મળ્યા એ મને મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે, કોઈને નાણાં આપીને તો કોઈને ટિકિટ આપીને તોડ્યા પણ કોઈને દસ કરોડથી વધારે મળ્યા નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપ દ્વારા સોમાભાઇને 10 કરોડમાં ખરીદાયા હોવાની વાત છે… ભાજપે તેમને ટિકીટ આપી નથી તેથી રોકડનો સોદો કર્યો હશે.

કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનના વિડીયોમાં, આટલા પૈસા ક્યાથી લાવે છે તેવા પ્રશ્નમાં સોમાભાઈ કહે છે કે રીલાયન્સ, ટાટા, બધા એમની પાસે જ છે. સોમાભાઈ પટેલે, મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ ડીલ કરતા હોવાનું જણાવ્યું છે.

સોમાભાઈ એક વ્યક્તિ સાથે હસતાં હસતાં રાજકીય સોદાબાજી કરી હોવાનો દાવો કરી રહ્યાં છે. અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયાએ આ વીડિયોના પગલે ભાજપ પર પ્રજાના મતની ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. સ્ટીંગ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા પ્રજાના મતની ખરીદી કરવામાં આવી રહી છે. ચાવડાએ કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓના સોદા કરવામાં આવે છે. ભાજપ દ્વારા કરોડો રૂપિયાની સોદાબાજી કરીને MLAની ખરીદી કરાઈ રહી છે. આ અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ. મની લોન્ડરીંગ અને ACBએ કેસ કરી તપાસ કરવી જોઈએ એવી માંગણી કરી હતી.

(NETDAKIYA news આ વિડીયોની સત્તાવાર પૃષ્ટી કરતુ નથી)

 157 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર