September 26, 2022
September 26, 2022

કંસારાકુઈ ગામમાં આધેડની લાશ મળતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાધ ધરી

વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામના આધેડ મજૂરીકામ કરવા નીકળ્યા હતા ત્યારબાદ બીજા દિવસે ગામની સીમમાંથી આવેલ ઘાસના ખેતરમાં તેમની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે જોકે વૃદ્ધના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

કંસારાકુઈ ગામમાં રહેતા રાવળ મથુરભાઈ છગનભાઈ બુધવારે મજૂરી અર્થે નીકળ્યા હતા. જેઓ ગુરૂવાર સવારે ગામની સીમમાં આવેલ ઘાસના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવી આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી