ગુજરાતના આ ત્રણ શહેરોમાં પેટ્રોલે ફરી ફટકારી સેન્ચુરી

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હવે ઓલટાઈમ હાઈ સપાટી પર

પેટ્રોલ ડિઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 24 પૈસાનો જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 33 પૈસાનો વધારો થયો છે. દેશના જુદા જુદા રાજ્યોની સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવે સદી ફટકારી છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ 100 રુપિયા નજીક પહોંચી ગયા છે. જેમાં ભાવનગરમાં તો પ્રતિ લિટર પેટ્રોલ 100 રુપિયાને પાર થઈ ગયું છે. તો દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હવે ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે.

આ સપ્તાહે ઈંધણના ભાવમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવતાં દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે રૂ. 100ની સપાટી વટાવી દીધી છે જ્યારે ડીઝલમાં પણ છેલ્લા આઠ દિવસમાં છઠ્ઠી વખત ભાવ વધારો થતાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં ડીઝલે પણ રૂ. 100ની સપાટી વટાવી છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.93 રુપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.46 રુપિયા પર પહોંચી છે. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 99.15 રુપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.67 રુપિયા પર પહોંચી છે. રંગીલા રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.69 રુપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.24 રુપિયા પર પહોંચી ગઈ છે.

જોકે રાજ્યમાં હાલ સૌથી મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં મળે છે. અહીં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.66 રુપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.17 રુપિયા પર પહોંચી છે. ભાવનગર ઉપરાંત બોટાદ અને વેરાવળમાં પણ પેટ્રોલના ભાવ રુ. 100ને પાર થઈ ગયા છે. જેમાં વેરાવળમાં પેટ્રોલ પ્રતિ લીટર રુ. 100.40ની આસપાસસ અને ડીઝલ પ્રતિ લીટર રુ. 98.88ની આસપાસ વેચાઈ રહ્યું છે તો અમદાવાદની બાજુમાં આવેલા બોટાદમાં પણ પેટ્રોલનો ભાવ રુ. 100.08 આસપાસ પહોંચ્યો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 98.54 આસપાસ ચાલી રહ્યો છે. મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. એટલે કે સવારે છ વાગ્યાથી નવા દર લાગુ થઈ જાય છે. હકીકતમાં તો પેટ્રોલ ડીઝલની મોંઘવારી પાછળ આપણે ત્યાં લાગતા જુદા જુદા ટેક્સ છે. જેમ કે એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી