ગુજરાતના આ શહેરમાં હવે પશુપાલકો નહીં રાખી શકે ઢોર, આ છે ખાસ પ્લાન

રખડતા ઢોરથી મળશે રાહત…!

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકો મોતને ભેટે છે. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળુ જાગ્યું છે અને પશુઓ માટે શહેરની બહાર વાડા બનાવવાની યોજના વિચારી રહ્યું છે. ગાય, ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશનર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.

જેમાં પશુપાલન વ્યવસાય શહેર બહાર જ કરવા રજૂઆત કરાશે. AMC હદ બહાર જ પશુપાલન વ્યવસાય કરવા મંજૂરી આપવામાં આવશે. પશુપાલકોએ સ્વ ખર્ચે પશુઓ રાખવાની વ્યવસ્થા કરવી પડશે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરની જેમ AMC પણ આ નિર્ણય પર વિચાર કરી રહ્યું છે.

અમદાવાદ શહેરને ઢોર મુક્ત કરવા માટે AMC આ ખાસ પ્લાન વિશે વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વધારે છે. શહેરીજનો રખડતા ઢોરોની અડફેટમાં ચડી જાય છે. રખડતા ઢોરના કારણે રસ્તાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની સમસ્યા પણ બની રહી છે.

 44 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી