September 28, 2020
September 28, 2020

પાદરા : પતિની હત્યા બાદ પત્નીએ રચી હતી ખોટી સ્ટોરી, આખરે આ રીતે ભાંડો ફૂટ્યો

સાસુના શંકાના દાયરામાં આવેલી હત્યારી પુત્રવધુનો ભાંડો ફૂટી ગયો

વડોદરાના પાદર તાલુકામાં એક પત્નીએ પતિની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિને બળજબરીપુર્વક દારૂ પિવડાવી છાતીના ભાગે મુક્કા અને લાતો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ સાસુના શંકાના દાયરામાં આવેલી પુત્રવધુનો ભાંડો ફૂટી ગયો. હાલ પાદરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી પત્નીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ચાર દિવસ પહેલા પાદરામાં રહેતા રાજેશ માળીની હત્યા તેની પત્ની પુનીબેને કરી હતી. ઘરકંકાસને લઇ અવાર નવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. એટલું જ હત્યારી પત્ની બળજબરીપૂર્વ દારૂ પણ પિવડાવતી હતી. કંકાસને લઇ પત્નીએ છાતીના ભાગે મુક્કા તેમજ લાતો મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પત્નીએ દારૂ પીને પડી જવાથી મોત થયું હોવાનું કહ્યું હતું. જો કે રાજેશની મતા નર્મદાબેન માળીને આ વાત ગળે ન ઉતરી. તેમણે પુત્રવધુ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

પુત્ર વધુ અને પુત્ર રાજેશ વચ્ચે ઘર કંકાસના ઝઘડામાં થયેલી મારામારીમાં મોત નીપજ્યું હોવાના આક્ષેપો મરનાર રાજેશની માતાએ પહેલા દિવસથી કર્યા હતા. જેથી પાદરા પોલીસ મરનાર રાજેશ માળીનું પેનલ ડોકટર પાદરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં સમગ્ર ભાંડો ફૂટયો હતો. પી.એમ રીપોર્ટમાં રાજેશની મોત પડી જવાથી નહિ પરંતુ છાતીમાં મૂઠ માર મારવાથી પાસડીઓ તૂટી જઈ ફેફસાંમાં પાણી ભરાઈ જતા થયુ હોવાનું બહાર આવ્યું હતું.

જ્યારે સમગ્ર ઘટના સંદર્ભે સાસુની ફરીયાદના આધારે પોલીસે રાજેશની પત્ની પુનીબેનને પકડી પાડી હતી અને સઘન પૂછપરછ કરતા પુનીબેને ઝગડો થયા બાદ પતિને માર માર્યો હોવાની કબુલાત કરી હતી.

 101 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર