ઉત્તરાખંડમાં ચાર મહિનામાં બબ્બે મુખ્યમંત્રી બદલવા પડ્યા…

બંધારણીય કટોકટી નિવારવા તીરથ સિંહ રાવતને પણ આપવું પડ્યું રાજીનામું

2020ની શરૂઆતે જે રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ યોજાવવાની છે તે ઉત્તરાખંડમાં ભાજપને ચાર મહિનામાં બબ્બે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. બંધારણીય કટોકટી નિવારવા વર્તમાન મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને આખરે રાજીનામું આપી દેવું પડ્યું છે.

સંસદ સભ્ય તીરથ સિંહને ચાર મહિના પહેલા ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા હતા. નિયમ અનુસાર છ મહિનામાં વિધાનસભામાં ચૂંટાઇને આવવું પડ્યું. પરંતું ભાજપને અને તેમણે ચૂંટણી લક્ષી એક નિયમ નડી ગયો. આ નિયમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણીઓને એક વર્ષ બાકી હોય તો કોઇ પેટા ચૂંટણી યોજાઇ શકે નહીં. સીએમ રાવતને પેટા ચૂંટણીમાં જીતીને આવવું પડે અને જો પેટા ચૂંટણી ન યોજાય તો છે મહિનામાં રાજીનામું આપી દેવું પડે.

ઉત્તરાખંડની ચૂંટણીઓ માર્ચ 2022માં યોજાવવાની છે. તેથી હાલમાં પેટા ચૂંટણી યોજાઇ શકે નહીં. પરિણામે રાવતને રાજીનામું આપવવું જ પડે. આ નિયમને આધિન ભાજપની નેતાગીરીને આખરે નવો સીએ નિમવાની ફરજ પડી છે. નોંધનિય છે કે, વર્તમાન સીએમના કાર્યકાળ દરમિયાન હરિદ્વારમાં કોરોના ટેસ્ટ કૌભાંડ સર્જાયું હતું જેમાં એક લાખ ટેસ્ટ બાનવતી માલૂમ પડ્યા હતા.

 52 ,  1