વડોદરામાં કોંગ્રેસ નેતા સહિત 50 કાર્યકર્તાઓ આપમાં જોડાયા

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

વડોદરા શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખ પ્રશાંત પટેલને રાજીનામુ મોકલ્યું હતું. આ પછી આજે તેઓ 50 કાર્યકર્તા સાથે આપમાં જોડાયા છે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આપમાં જોડાયા છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલનું રાજીનામુ પડતા કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે કે અન્ય નેતાઓ પણ આપમાં ન જોડાય જાય અને તે માટે શહેર કોંગ્રેસ પ્રમુખ નજર રાખી રહ્યા છે. અતુલ પટેલે કહ્યું હતું કે તેઓ આપમાં જોડાઈ નિસ્વાર્થ ભાવે લોક સેવામાં જોડાશે. કેજરીવાલની નીતિને ગુજરાતમાં લાવી લોકોની સમસ્યા હલ કરવા તેઓ હંમેશા કાર્યરત રહેશે. 

ગોપાલ ઇટલીયાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ગુજરાતમાં ઈમાનદાર અને નિર્વિવાદીત નેતાઓના સંપર્ક કરી રહ્યા છે અને તેમને આપમાં જોડાઈ આપને મજબૂત કરી રાજ્યમા કામ કરનારી , ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિ કરતી સરકાર બનાવવા માંગે છે.

 84 ,  1