વડોદરામાં કોરોનાના ડરથી ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ લગાવ્યો ફાંસો

 ‘વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળુ…’

વડોદરા શહેરમાં વધુ એક આપગાતની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતા ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા જ માંજલપુર સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીએ કોરોનાના ડરથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી વિદ્યાર્થી ઘરની બહાર નીકળતો ન હતો અને તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળુ. જો કે આખરે ડિપ્રેશનમાં આવી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા આવેલી સોસાયટીમાં રહેતા પારસ ઝા(ઉં.15) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને પગલે પરિવારજનોએ માંજલપુર પોલીસને જાણ કરી હતી, આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કિશોરના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર પારસ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે. ત્યારથી તે ઘરની બહાર નીકળતો ન હતો. પારસ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળું. આખરે વિદ્યાર્થીએ કોરોનાની મહામારીના ડરથી આપઘાત કરી લઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માંજલપુર પોલીસે હાલમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

 60 ,  1