વડોદરામાં 71 ફૂટ લાંબી PM મોદીની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

વડાપ્રધાનના જન્મદિને વેક્સિનનો મહારેકોર્ડ, 6 કલાકમાં 1 કરોડ ડોઝ

દેશના સૌથી વધુ લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 17 સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિન છે જેના પગલે ગુજરાત સહિત સમ્રગ દેશમાં ઉત્સવ જેવો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરાઈ છે. વડોદરાના એક મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે જે હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બપોર 1.30 વાગ્યા સુધી દેશમાં 1 કરોડથી વધુ રસીઓ આપવામાં આવી છે. આજે એક લાખથી વધુ સ્થળોએ રસી આપવામાં આવી રહી છે. માત્ર 6 કલાકમાં એક કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, સાંજ સુધીમાં આ આંકડો બે કરોડ સુધી પહોંચી શકે છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોદીજીના 71માં જન્મદિને 7100 રામમંદિરોમાં તેમના માટે આરતીના કાર્યક્રમો સહિત સમાજ સેવા માટેના કાર્યક્રમો યોજીને તેમનો જન્મદિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જને નમોત્સવ એવુ નામ તેમના ચાહકોએ આપ્યું છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરમાં પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં પણ મેગા કોરોના રસીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ભાજપે દેશભરમાં જોરદાર આયોજન કર્યું છે.સેવા અને સમર્પણની ભાવના હેઠળ ભાજપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

વડોદરાના પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભાજપ નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સેન્ટર સ્ક્વેર મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરી છે. તેમજ તેની સાથે 182 ફૂટ લાંબી અને 971 કિલોની કેક પણ બનાવી છે.

જેમાં નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી છે. તેમજ આ કેકને દિવ્યાંગોના હસ્તે કાપવામાં આવશે. તેમજ આ રંગોળીને નિહાળવા માટે ભાજપના અનેક નેતાઓ આવે તેવી શક્યતા પણ છે.

 97 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી