વારાણસીમાં વડાપ્રધાને 2100 કરોડની 27 પરિયોજનાઓ સોંપી..

PM મોદીએ રેલીમાં વિરોધપક્ષને લીધા આડે હાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં 2100 કરોડ રૂપિયાના 27 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પિંડરા વિધાનસભાના કરખીયાવમાં જનસભાને પણ સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણા ત્યાં ગાયની વાત કરવી, ગોબર ધનની વાત કરવી, કેટલાક લોકોએ એવા હાલાત પેદા કરી દીધા છે કે જાણે આપણે કોઈ ગુનો કરી રહ્યા છીએ. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે, પૂજનીય છે. 

તેમણે કહ્યું કે બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. રામનગરના દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીના લાખો લોકોને પોતાના ઘરના કાયદાકીય દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. 

વધુમાં વડાપ્રધાને કહ્યું કે એક જમાનો હતો કે જ્યારે આપણે ગામડાઓમાં ઘર-આંગણામાં ઢોર ઢાંખરના ઝૂંડ જ સંપન્નતાની ઓળખ હતા અને આપણા ત્યાં તો કહેવાતું પણ હતું કે દરેક જણ પશુધન કહે છે. કોઈના દરવાજે કેટલા ખૂંટા છે તેને લઈને સ્પર્ધા રહેતી હતી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગાયો મારી ચારેકોર રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું. આ સેક્ટર આપણા ત્યાં રોજગારીનું પણ હંમેશાથી ખુબ મોટું માધ્યમ રહ્યું છે. પરંતુ બહુ લાંબા સમય સુધી આ સેક્ટરને જે સમર્થન મળવું જોઈતું હતું તે પહેલાની સરકારોમાં મળ્યું નહીં. હવે અમારી સરકાર દેશભરમાં આ સ્થિતિને બદલી રહી છે. 

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી