અમદાવાદ : વસ્ત્રાપુરમાં કોર્પોરેશને ઈંડાં સહિતની તમામ લારી હટાવવાનું શરૂ કર્યું…

અલ્ટીમેટમ આપ્યા વગર લારી હટાવવાના નિર્ણયથી લોકોમાં રોષ

રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે.

જાહેર સ્થળો, ઘાર્મિક સ્થળોની બહાર ઈંડા-નોનવેજની લારીને હટાવવાના નિર્ણયનો આજથી અમદાવાદમાં અમલ શરૂ થઈ ગયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારીધારકે પોતાની લારી હટાવી હતી. વસ્ત્રાપુરમાં અન્ય લારીઓ બંધ હાલતમાં જોવા મળી હતી. અલ્ટીમેટમ આપ્યા વગર લારી હટાવવાના નિર્ણાયથી વેપારીઓ દુવિધામાં છે.

તો બીજી તરફ કોર્પોરેશનની કામગીરી બાદ વેપારીઓએ જણાવ્યું હતું કે, શહેરના આ વિસ્તારમાં અંદાજે 50 જેટલી ઈંડાની લારીઓ સવારે ખુલેલી હોય છે, શિયાળામાં લોકો વધુ ઈંડા ખાતા હોય છે. AMCએ રસ્તાની બાજુમાં અને શાળાઓ, કોલેજો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં નોન-વેજ ફૂડ વેચતા સ્ટોલ પર પ્રતિબંધ મૂક્યા પછી સ્ટ્રીટ વેન્ડર્સને આજીવિકા ગુમાવવાનો ડર છે. અમારા પર પ્રતિબંધ મૂકવો અને હોટલોને મંજૂરી આપવી એ કેવી રીતે અર્થપૂર્ણ છે. ત્યાંથી (નોન-વેજ ફૂડની) ગંધ નહીં આવે?

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી