September 23, 2021
September 23, 2021

વેજલપુરમાં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી નકલી આઇબી ઓફિસરે કર્યો તોડ

એફ.આઇ.આરની જગ્યાએ એફ.આર.આઇ. બોલતા ફૂટ્યો ભાંડો

શહેરના વેજલપુર વિસ્તારમાં યુવકને હની ટ્રેપમાં ફસાવીને આઇબીના ઓફિસર હોવાની ઓળખ આપી તોડ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નકલી આઇબીના ઓફિસરે યુવકની માતાને ફરિયાદ નહીં થવા દઉં તેમ કહી 15 હજાર પડાવ્યા હતા. બાદમાં યુવતીએ યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તરફથી કઇ નહીં થવા દઉ તેમ કહી નકલી આઇબી ઓફિસરે દોઢ લાખ માંગ્યા હતા. જો કે એફઆઇઆરની જગ્યાએ એફ.આર.આઇ. બોલતા નકલી આઇબીનો ભાંડો ફૂટતા મામલો વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે પોલીસે યુવકને હનીટ્રેપમાં ફસાવનાર નકલી આઇબી ઓફિસર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુર વિસ્તારમાં રહેતા અને ધોળાજી તાલુકામાં આવેલ કલીકુંડ ખાતે શાંતિનગર સોસાયટીની સામે બ્યુટીપાર્લર ચલાવતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર જીત બે મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે ક્રિષ્ના પટેલ નામની યુવતીના સંપર્ક માં આવ્યો હતો. જે યુવતી સાથે વાત ચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે બન્ને વચ્ચે ત્રણેક વખત શારીરિક સંબંધ પણ બંધાયો હતો. બાદમાં યુવતી ફરિયાદીના પુત્રને હેરાન કરતી હોવાથી ફરિયાદીએ તેને હેરાન ના કરવા માટે કહ્યું હતું. જોકે આ દરમિયાન રાજભા નામનો એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. જે આઇબીમાં ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આ સાથે ફરિયાદીના દીકરાની સામે યુવતી ફરિયાદ કરવાનુ કહે છે, પરંતુ હું ફરિયાદ નહીં થવા દઉં તેમ કહીને રૂપિયા 15 હજાર પડાવી ગયો હતો.

જોકે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ આ શખ્સ ફરી તેમના ઘરે આવ્યો હતો. તમારા દીકરાને પોલીસ તરફથી કોઇ તકલીફ નહીં પડવા દઉં તેને રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી. જોકે આરોપી રાજભા વારંવાર એફ.આઇ.આર ના બદલે એફ આર આઈ બોલતો હોવાથી ફરિયાદીના જેઠ આ બનાવટી આઇ બી ઓફિસર હોવાની શંકા ગઈ હતી.

જેથી તેમણે આ રાજભા પાસે આઇકાર્ડ માંગ્યું હતું. પરંતુ આઇકાર્ડ બતાવ્યું ન હતું. અને પોતાના હોદ્દા વિશે પણ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આરોપીએ પોતાનું નામ રાજવીર સિંહ ઝાલા અને પોતે નરોડાનો રહેવાસી હોવાનુ કહ્યું હતું. જે અંગે પોલીસે જાણ કરતા પોલીસ એ  સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

 35 ,  1