અમદાવાદ : વેજલપુર વિસ્તારમાં મોટાભાઇએ નાનાભાઇને માર્યા છરીના ઘા

મમ્મી ક્યા છે તેમ કહેતા મોટો ભાઇ ઉશ્કેરાઇ ગયો, છરી વડે કર્યો હુમલો

શહેરના વેજલપુરમાં ગાળો બોલવાનું ના કહેતા ઉશ્કેરાયેલા મોટા ભાઇએ નાના ભાઇ પર છરી વડે હુમલો કરી દીધો હતો. નાના ભાઇ મમ્મી ક્યાં છે તેમ કહેતા મોટો ભાઇ ઉશ્કેરાઇ ગયો હતો. અને ગંદી ગાળો બોલી ત્રણથી ચાર ચાકુના ધા મારી દીધા હતા. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં જીવરાજ બ્રિજ પાસે રજત કમલ સોસાયટીમાં રહેતા રવિન સુમરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રિના સમયે મોટો ભાઇ ભાવીન ઘરે આવ્યો હતો. મોટાભાઇને મમ્મી ક્યા છે તેમ પૂછતા ગુસ્સે થઇ ગયો હતો. અને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જો કે ગાળ બોલવાનું ના કહેતા ભાવીન વધુ ઉશ્કેરાઇ ગયો હતો. અને પાસે રાખેલી છરી વડે હુમલો કરવા જતા નાના ભાઇએ બચાવ માટે હાથ વચ્ચે કરતા અંગુઠાના ભાગે છરીનો ઘા વાગી ગયો હતો. એટલું જ નહીં ઉપરા છાપરી બે થી ત્રણ હાથ અને પગ પર છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ભાગી ગયો હતો.

આ મામલે આનંદ નગર પોલીસે આરોપી ભાવીન સુમરા સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

 62 ,  1