વિજાપુરમાં પતિએ કુહાડીના ઘા મારી પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

મહેસાણાના વિજાપુરના કંગાઈપૂરામાં હત્યાની ઘટના સામે આવી છે. પતિએ કુહાડીના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસે તેને પકડીને જેલ હવાલે કરી દીધો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, વિજાપુરના કંગાઇપુરામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા ક્રોધમાં આવી ગયેલા પતિએ કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, વિજાપુર પોલીસે આરોપી પતિને પકડીને જેલમાં નાંખી દીધો છે. જોકે, પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવશે.

 22 ,  1