વિરમગામમાં ભાજપના નગરસેવકો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ઉપાડવાનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી માગી હતી લાંચ

મહિલા નગરસેવિકાના પતિ અને અન્ય બે નગરસેવકોએ માંગી હતી લાંચ

વિરમગામ નગરપાલિકાના ભાજપના સદસ્યો લાંચ 20 હજારની લેતા ACBના હાથે ઝડપાયા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ઉપાડવાનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 30 હજારની માંગણી કરી હતી. લાંચની રકમ લેવા સગીરવયના કિશોરને મોકલ્યો હતો. તો બીજી તરફ ભાજપના નગરસેવક સામે જ ભ્રષ્ટાચારની ફરીયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

વિરમગામ તાલુકાના ભોજવાનજીક માંડલ ગામની સીમમાં પવન ફાર્મમાં અમદાવાદ ACBના પીઆઈ એસ.એન, બારોટ અને તેમની ટીમે ફરીયાદને આધારે ગોઠવેલા છટકામાં 20 હજારની લાંચ લેતા વિરમગામ ભાજપના વોર્ડનંબર 1 ના મહિલા નગરસેવિકા કંચનબેન ઠાકોરના પતિ રતીલાલ ગાંડાભાઇ ઠાકોર તેમજ વોર્ડ નંબર 1 ના ભાજપના નગરસેવક અજય રૂપસંગ ઠાકોર તેમજ વોર્ડ નંબર 1 ના અન્ય નગરસેવક અનિલ વાડીલાલ પટેલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી લીધા હતા.

આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ એ.સી.બી માં ફરીફરીયાદ કરનાર ફરીયાદી માટી કામમાં કોન્ટ્રાકટનો ધંધો કરતા હોય અને તેઓએ સુજલામ-સુફલામ યોજના હેઠળ તળાવ માંથી માટી ઉપાડવાનું કામ રાખેલ હતું જે કામ પેટે ભાજપના વોર્ડ નંબર 1 ના નગરસેવક અજય રૂપસંગ ઠાકોર,અનિલ વાડીલાલ પટેલ તેમજ મહિલા નગરસેવિકા કંચનબેનના પતિ રતીલાલ ગાંડાભાઇ ઠાકોર ત્રણેય 30 હજારની માંગણી કરી હતી.

જે પૈકી ભાજપના નગરસેવક અનિલ પટેલને ફરિયાદીએ અગાઉ 10,000/- ની કિંમત નો મોબાઇલ આપેલ અને બાકીના રૂ.20,000/- માટે નગરસેવિકાના પતિ અને અન્ય નગરસેવક અવારનવાર માંગણી કરતા હોઇ જે અંગેની વાતચીત ફરીયાદીએ મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લીધેલ હોઇ અને ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીએ તેઓની ફરીયાદના આધારે અમદાવાદ એ.સી.બીએ લાંચનું છટકું ગોઠવતા ભાજપના નગરસેવકોએ પોતે લાંચ લેવા આવવાને બદલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને લાંચ લેવા મોકલ્યા બાદ તમામની એ.સી.બીએ ધરપકડ કરી છે.

 60 ,  1