સાબરકાંઠાઃ વિશ્વ સ્તનપાન અઠવાડીયા નિમિત્તે કાંગારૂ મધર કેરનું ઉદઘાટન

મહિલા સશક્તિકરણ પખવાડીયાની સાથે સાથે ૧લી થી ૭મી ઓગષ્ટ દરમિયાન “વિશ્વ સ્તનપાન અઠવાડીયા” ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ સ્તનપાન અઠવાડીયા નિમિત્તે મેડીકલ કોલેજ હિંમતનગર ખાતે કાંગારૂ મધર કેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ઔધોગિક વિકાસ નિગમનાં ચેરમેન બળવંતસિંહ રાજપુત દ્રારા જણાવામાં આવ્યુ કે રાજ્ય સરકાર દ્રારા બાળ મરણ ઘટાડવા તેમજ બાળકો અને નવજાત શિશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે બાળક જન્મે તેના એક કલાકમાં શિશુને માતાનુ પ્રથમ ધાવણ આપવુ ખુબજ જરૂરી છે. આ માટે જન જાગૃતિ આવે અને દરેક શિશુને માતાનુ પ્રથમ ધાવણ મળે તે ઉદ્દેશ્યથી અને કાંગારૂ મધર કેર દ્રારા નવજાત શિશુને હુંફ આપવાથી શિશુ તંદુરસ્ત રહે છે.

આ પ્રસંગે ઉપસ્થિત બાળ રોગ નિષ્ણાંત ડો.શશીબેન વાણીએ સ્તનપાનને લઈને કેટલીક ગેર માન્યતાઓ પ્રવર્તે છે જે દૂર થાય અને માતાઓ પોતાના નવજાત શિશુને વધુમાં વધુ સ્તનપાન કરાવે તે બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવા તેમણે સવિષેશ કુટુંબના વડિલો જાગૃત થાય અને માતાને યોગ્ય રીતે સ્તનપાન કરાવી શકે તેની માહિતી આપી હતી.

આરોગ્ય કમિશ્નર અને સાબરકાંઠા પ્રભારી જંયતિ રવિ એસ કહ્યુ કે સ્તનપાન થકી ૨૨ ટકા જેટલો બાળ મૃત્ય અંક ધટાડી શકાય છે. એટલે કે વર્ષે ૯૮૦૦ જેટલા બાળકોને બચાવી શકાય છે. આપણી સંવેદનશીલ સરકાર દ્રારા બાળ મૃત્યુ અંક ઘટાડવા અને શિશુઓનુ આરોગ્ય સુધરે તે દિશામાં કટીબધ્ધ હોવાનુ તેઓએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ઉયાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાએ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટરો તેમજ નગરજનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

 

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી