સુરતમાં આવેલી GST કચેરીમાં અશોભનીય ઘટના..

GST કચેરીમાં મહિલાકર્મીનું અશોભનીય વર્તનથી અધિકારીઓ સ્તબ્ધ

સુરતમાં આવેલી GST કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને તસતસતું ચુંબન કર્યું હતું. મહિલા કર્મીની અશોભનીય વર્તનથી ઓફિસમાં હાજર તમામ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલા કર્મચારીની કરતૂતને કારણે અધિકારી ચેમ્બરમાં પ્રવેશ પર પ્રતિબદ્ધનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પ્રેમમાં ગળાડૂબ મહિલાએ પોતાના મોબાઈલ સહિતના ગેજેટમાં પાસવર્ડ અધિકારીના નામનો રાખ્યો હોવાની વાત સામે આવી રહી છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે જીએસટીના અધિકારી ઓફિસના કામ માટે મહિલા કર્મચારીને જરૂરી સૂચના આપવા કે મિટીંગ માટે અન્ય કર્મચારીને મળતા હોય તે જ પ્રમાણે મળવાનું થતું હોય છે, પરંતુ મહિલા સહકર્મચારીને દેખાવડા એવા અધિરારી પર પ્રેમ ઉભરાઈ આવતા હાલ તો પ્રેમ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે એક દિવસ ઓફિસ સમય દરમિયાન જ મહિા સહ કર્મચારી તેમની ઓફિસમાં જઈને અચાનક ચુંબન કરી લીધું હતું. આ ઘટનાથી ડઘાઈ ગયેલા અધિકારીએ તાબડતોડ ઓફિસની બહાર નીકળી ગયા હતા.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી