ચેતવણીરૂપ કિસ્સો : કાર નીચે આવી જતાં બાળકનું મોત

ગાંધીનગરના સરગાસણ વિસ્તારનો બનાવ, ઘટના CCTVમાં કેદ

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું થયું કરૂણ મૃત્યુ થયું છે.

આ બાળક પોતાની માત સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી.ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની આ ઘટના છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે

સીસીટીવીમા જોઈ શકાય છે કે, કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર ચલાવી હતી. બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો. સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.

 144 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી