‘મારા ઘરની સામે કેમેરા કેમ લગાવ્યા..’ તેમ કહેતા પાડોશીએ વિધવા મહિલાને ફટકારી

શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારની ઘટના, બોર્ડના પૂર્વ મેમ્બરના પુત્રની ધરપકડ

શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં વિધવા મહિલા સાથે મારપિટની ઘટના સામે આવી છે. ઘરની સામે સીસીટીવી લગાવવા બાબતે મહિલાએ રજુઆત કરતા પાડાશી યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને ગંદી ગાળઓ બોલી હાથમાં દંડો લઇ મહિલા પર તૂટી પડ્યો હતો. હુમલામાં મહિલા ગંભીર રીતે ઘવાતા હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ શાહીબાગ પોલીસે આ મામલે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, શહેરના શાહીબાગ ખાતે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બોર્ડના ભૂતપૂર્વ મેમ્બર સુનીલ રામચંદ્ર સોનવાણના પુત્ર જયદીપ સુનીલ સોનવાણે પાડોશી મહિલા પર હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બોર્ડના ભૂતપૂર્વ મેમ્બરના ઘર આગળ કેમરા લગાવ્યા હતા. જેનો વિરોધ ઘરની સામે રહેતા વિધવા મહિલાએ કર્યો હતો. મહિલાની 22 વર્ષીય પુત્રીની પ્રાઈવેસીનું હનન થાય તે બાબતે મહિલાએ રજુઆત કરતા બોર્ડના ભૂતપૂર્વ મેમ્બરનો પુત્ર જયદિપ સોનવણ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલા સાથે મારપિટ કરી હતી.

‘કેમ અમારી ઘરની સામે કેમેરા લગાવ્યા છે’ તેવું કહેતા જયદિપ સુનિલ સોનવણ ક્યાંથી દંડો લાવી મહિલાના પીઠ પાછળ મારી દીધો હતો. ત્યાર બાદ બોલાચાલી કરી ગંદી ગાળો આપવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાની પુત્રી વચ્ચે પડી બુમાબુમ કરતા આરોપી યુવક ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.

અ અંગે વિધવા મહિલાની પુત્રીએ શાહીબાગ પોલીસ મથકમાં આરોપી જયદિપ સોનવણ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

 145 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી