ઇસનપુર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના, યુવતીને ધમકી આપી નિર્વસ્ત્ર કરી ગુજાર્યો બળાત્કાર

‘જો તું આવું નહીં કરવા દે તો હું તારી દીકરી સાથે કરીશ’ કહી શારીરિક અડપલા કરતો

યુવતીની બાજુમાં આવી સુઈ ગયો નરાધમ, શારીરિક અડપલા કર્યા બાદ ગુજાર્યો બળાત્કાર

અમદવાદા શહેરના ઇસનપુર વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. મજબૂરીનો ફાયદો ઉઠાવી શખ્સે ધમકી આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. શખ્સ અવાર નવાર શારીરિક અડપલા કરી યુવતીની છેડતી કરતો હતો. જો કે યુવતી તેનો વિરોધ કરે તો કહેતો કે જો તું આવું નહીં કરવા દે તો હું તારી દીકરી સાથે કરીશ, મારા ઘરમાં રહેવું હોય તો હું જે કહું તે કરવાનું કહી યુવતી પર બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિચિત મહિલાની તબિયત સારી ન હોવાથી થોડાક દિવસ દિકરી સાથે તેમના ધરે રહી કામકાજ કરતી. આ દરમિયાન મહિલાના પતિ શારિરીક અડપલા કરી મજાક કરતા હતા. યુવતીએ આવી મજાક ન કરવાનું કહેતા ફરી આરોપીએ અડપલા કરી હસવા લાગ્યો હતો.

ગત રોજ યુવતી સુતી હતી તે દરમિયાન આરોપી તેની નજીક આવી સૂઇ ગયો હતો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. યુવતીની આંખ ખૂલી જતા આવું નહીં કરવા જણાવ્યું હતું. ત્યારે આરોપીએ ધમકી આપી કહ્યું, જો તું આવું નહીં કરવા દે તો હું તારી દીકરી સાથે કરીશ, હું જે કહું તેમ કરવું પડશે તેમ કહી યુવતીને નિર્વસ્ત્ર કરી બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ યુવતી બીજા દિવસે દિકરીને લઇ નિકળી ગઇ હતી. તો બીજી તરફ સમાજમાં આબરૂ જશે તેમ વિચારી મહિલાએ આ વાત કોઇને કહી ન હતી. જો કે ધર્મના ભાઇને કહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારબાદ રામોલ પોલીસ મથકે યુવતીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

 47 ,  1