September 23, 2021
September 23, 2021

કૃષ્ણનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ગુજાર્યો બળાત્કાર

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરા સાથે યુવકે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ છે. સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે ત્રણ વાર મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યા હતા. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે એક આરોપી યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે વોટ્સઅપ પર વીડિયો કોલથી વાત કરવાનું શરૂ કર્યું હતું. જે વીડિયો કોલને સ્ક્રીન રેકોર્ડ કરી આરોપીએ તે સગીરાને બ્લેકમેલ કરી હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક વાર નહિ પણ ત્રણ ત્રણ વાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ આરોપીએ સગીરાના કાકાને બીભત્સ લખાણ વાળા મેસેજો કરતા સમગ્ર બાબત પરથી પરદો ઉચકાયો અને આખરે આ શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 32 ,  1