અમદાવાદના દરિયાપુરમાં પથ્થરમારની ઘટના..

તંબુ ચોકી નજીક નગીના પોળમાં ટોરેન્ટ વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરમારો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પથ્થરમારની ઘટના સામે આવી છે. તંબુ ચોકી નજીક નગીના પોળમાં ટોરેન્ટ વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર તેમજ ત્રણ પોલીસકર્મીને ઇજા થઇ છે. હાલ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળ પર ખડકી દેવાયો છે.

અમદાવાદના દરિયાપુર ખાતે ખાનગી વીજકંપનીના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ ટીમ પર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત સાત લોકો ઘાયલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની ટીમને સાથે રાખીને વીજચોરી અને ગેરકાયદે કનેકશન ઝડપી પાડવા ગયા હતાં અને ગેરકાયદે વીજ કનેકશન ઝડપાયું હતું.

જો કે, હજુ તો વીજકંપનીની ટીમ કાર્યવાહી કરે તે પહેલાં જ તંબુચોકી પાસેની નગીના પોળમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં વીજ કંપની ટોરેન્ટ પાવરના ચાર કર્મચારીઓ અને ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યાં છે અને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી