મારા મંત્રીને ત્યાં જ ITના દરોડા કેમ ?

કર્ણાટકના સિંચાઈ મંત્રી સી એસ પુત્તારાજુ અને તેમના ભત્રીજાના ઘર પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. ગુરુવારે વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા બાદ સીએમ કુમારસ્વામી અકળાયા હતા અને આવકવેરા વિભાગની કાર્યવાહીને એક ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા દરોડાનું કાવતરું રચવામાં આવ્યું છે.

કુમારસ્વામીએ કહ્યું કે કર્ણાટકમાં સત્તામાં રહેલા જેડીએસ-કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કાવતરું રચાઈ રહ્યું છે અને તે હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. હકીકતમાં બુધવારે સાંજે કુમારસ્વામીએ કહ્યું હતું કે રાજ્યમાં આવકવેરા વિભાગના દરોડા પાડવા માટે દેશના વિભિન્ન ભાગોમાંથી સીઆરપીએફના જવાનોને રાજ્યમાં લાવવામાં આવ્યાં છે.

તેમણએ માંડ્યામાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કહ્યું કે તેમના પાસે ખાસ સૂચના છે કે દેશના વિભન્ન ભાગોમાંથી 200થી 300 સીઆરપીએફના જવાનોને લાવવામાં આવ્યાં છે. તેમને અહીં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યાં છે.

 34 ,  6