મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. રવિવારે વહેલી IT વિભાગે કમલનાથના ખાનગી સચીવ પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.
સૂત્રો મુજબ, દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, ઓફિશીયલી તેની પુષ્ટિ નથી થઈ.
અધિકારીઓ હાલ જપ્ત કરેલા દસ્તાવેજોની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. કક્કડ રાજ્ય પોલીસના ભૂતપૂર્વ અધિકારી છે. તેમને ગયા ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી કમલનાથના ઓએસડી બનાવવામાં આવ્યા હતા.
117 , 3